સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૩ દિન સુન્નત ના રોઝા નું અમલ શુરુ ફરમાવે છે. હર મહિના માં પેહલું અને છેલ્લું ખમીસ (ગુરુવાર) અને વચલો બુધવાર.

ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના ઇલ્હામ સી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે ફસલ મુબારક ફર્માયું છે કે રસુલુલ્લાહ સ.અ. યે હર મહિના માં જે ૩ દિન રોઝા સુન્નત ના બતાયા છે યે રોઝા શુરુ ફરમાવસે ઇન્શાઅલ્લાહો તાલા: પેહલું અને છેલ્લું ખમીસ (ગુરુવાર) અને વચલું બુધ.

સૈયદના ફખરુદ્દીન જુમાદિલ ઉલા ના મહિના સી યે અમલ શુરુ ફર્માયું. આકા મૌલા ની ખુશી છે કે જે મુમીનીન મુમેનાત ને ઈમ્કાન હોઈ યે સગલા આ મીસલ રોઝા કરે.

આ રોઝા માં સવાબ ઘનું મોહટુ છે. રસુલુલ્લાહ સ.અ. ફરમાવે છે:

જે કોઈ હર મહિના માં ૩ દિન રોઝા કરસે એહને પૂરા સાલ રોઝા કરવાનું સવાબ મિલસે. ખુદા તઆલા યે વાદો કીધો છે કે (مَن جَآءَ بِالحَسَنَةِ فَلَهُ عَشرُ أَمثَالِهَا) (સુરતુલ અનઆમ આયત:૧૬૦). જે એક હસનત લઇ ને આવસે એહને ખુદા દસ ગુના સવાબ આપસે.

આ મિસલ જે હર મહિના માં ૩ દિન રોઝા કરસે એહને ૩૦ રોઝા નું સવાબ મિલસે, ગોયા યે હર મહિના માં પૂરા મહિના ના રોઝા કરે છે.

સૈયદના કાઝી અલ-નોમાન રી.અ. દઆએમુલ ઇસલામ ના કિતાબ માં આ બયાન ફરમાવે છે અને એમ ફરમાવે છે કે મૌલાના અલી સ.અ., મોહમ્મદ ઉલ બાકિર ઈમામ સ.અ. અને જાઅફરુસ સાદિક ઈમામ સ.અ. યે ભી આ ઝિકર ફરમાવી છે. કાઝી અલ-નોમાન, જાઅફરુસ સાદિક ઈમામ સ.અ. સી યે ભી ઝિકર કરે છે કે શેહરે રમઝાન માં ફરીઝત ના રોઝા છે અને આ સુન્નત ના ૩ રોઝા છે

"اربعاء بين خميسين" , પેહલું અને છેલ્લું ખમીસ અને વચલું બુધવાર.

ખુદા તઆલા અપના દાઈ અઝ-ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઉમર શરીફ ને કયામત લગ દરાઝ કરે. યે મૌલા રસુલુલ્લાહ સ.અ. ની શરિઅત કાઈમ કરતા રહે, અપને સિરાતે મુસ્તકીમ ની હિદાયત દેતા રહે. ખુદા તઆલા અપને યારી અને તૌફીક આપે કે ખુદા ની બંદગી ઇખ્લાસ અને નશાત સી કરીએ અને અપના મૌલા ની ખિદમત તફાદી અને શુકુર ના સાથે અદા કરતા રહીયે.