નમાઝ: સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. શેહરુલ્લાહ અલમોઅઝઝમ માં દારુસ સકીના, મુંબઈ માં હર રોઝ, ઇમામત સી નમાઝ વાસ્તે ફજેરે ૫:૩૦ વાગ્યે, ઝોહર અને અસર ની નમાઝ વાસ્તે ૧:૦૦ વાગ્યે, અને મગરિબ અને ઇશા ની નમાઝ વાસ્તે સૂરજ ના ગુરૂબ ના વખ્ત પધારસે, ઇન્શાઅલ્લાહો તઆલા. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ સગલા મુમિનીન ને ઇફતાર ના જમણ નું ઇઝન છે.

સબક: સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. શેહરુલ્લાહીલ મોઅઝ્ઝમ દરમિયાન દર રવિવારે, સાંજે ૬ વાગ્યે દારુસ સકીના માં સબક વાસ્તે તશરીફ આવશે અને મુમિનીન ને આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત અતા ફરમાવસે. મૌલાના ત.ઉ.શ. એ કરમ ફરમાવીને તમામ મુમિનીન, મુમેનાત અને એના ફરઝંદો ને સબક માં શામિલ થાવાની રઝા ફરમાવી છે.

કદમબોસી અને વાજેબાત બેઠક: શેહરુલ્લાહ ની ૬ ઠ્ઠી તારીખ, ૧૩ મી તારીખ, ૨૦ મી  તારીખ, અને ૨૭ મી તારીખ, રવિવાર ના દિન, સાંજે ૬ વાગ્યે (સબક બાદ) મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. બેઠક માં તશરીફ લાવશે. મુમિનીન ને હઝરત ઈમામીયાહ માં વાજેબાત અરઝ કરવાનું અને કદમબોસી નું શરફ હાંસિલ થાસે.

મીસાક : મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. ૨૭ મી શેહરુલ્લાહીલ મોઅઝઝમ, સાંજે ૬ વાગ્યે મીસાક ની મજલીસ માં જલવા અફરોઝ થાસે.

મુમિનીન પોતાના ઇલાકા માં નમાઝ ના બારામાં જાણકારી હાંસિલ કરવા [email protected]  પર ઈ-મેલ કરે અથવા ફેસબુક પર મેસેજ કરી શકે છે.