સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન રી.અ. એ કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ૨૦૧૧ માં ગોલ્ડન જ્યુબિલી ના ફંક્શન માં, કાયમ ફરમાવ્યું. આ ફંક્શન માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના દાવત ની ગાદી પર પચાસ વર્ષ અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના માઝૂન મુતલક ના રુતબા માં પચાસ વર્ષ ની ખુશી મનાવી.

કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ મુમિનીન ના ફરઝંદો ને ઉચ્ચ શિક્ષણ વાસ્તે શોખ દિલાવે છે અને મદદ કરે છે. અને કોઈ ફરઝંદ માલી તંગી ના સબબ સી કોલેજ અને યુનિવર્સિટી ની તાલીમ સી મેહરૂમ ન રહે એમ કોશિશ કરે છે.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના ઈરશાદ મુતાબિક આ પ્રોગ્રામ માં તાલીમ અને નેક અખ્લાક ની અહમ્મીયત જોડી હુવી છે. ફરઝંદો  તાલીમ  હાસિલ કરે છે અને સાથે  દાવત ની ખિદમત માં શામિલ થાય છે. અને ઈબાદુલ્લાહ ની ખૈરખ્વાહી વાસ્તે કોશિશ કરે છે.

આ સાલ પ્રોગ્રામ એપ્લિકેશન કબૂલ કરવાનું ૧૫ માર્ચ ૨૦૧૯ સી શુરુ થશે. અને સીઝન નો આખરી દિન ૩૧ મી મે છે. એપ્લિકેશન વાસ્તે આ નિઝામ qjsp.org પર છે.