સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ૨૦૧૧ માં ગોલ્ડન જ્યુબિલી ના ફંક્શન માં કાઈમ ફરમાવ્યો. આ ફંક્શન માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના દાવત ની ગાદી પર પચાસ વરસ અને સૈયદના કુત્બુદ્દીન ના માઝૂન અલ મુતલક ના રુતબા ના  રુતબા માં પચાસ વરસ ની ખુશી મનાવી.

QJSP મુમિનીન ના ફર્ઝંદો ને ઉચ્ચ શિક્ષણ વાસ્તે શોખ દીલાવે છે અને મદદ કરે છે, અને કોઈ ફર્ઝંદ માલી હાલત ના સબબ કોલેજ અને યુનીવર્સીટી ની તાલીમ સી મેહરૂમ ન રહે.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના ઈર્શાદ મુતાબિક આ પ્રોગ્રામ માં તાલીમ અને નેક અખલાક ની એહેમ્મીયત જોડાએલી છે. ફર્ઝંદો તાલીમ હાંસિલ કરે છે અને સાથે દાવત ની ખિદમત માં શામિલ થાય છે. અને ઇબાદુલ્લાહ ની ખૈર ખ્વાહી વાસ્તે ભી કોશિશ કરે છે.

આ સાલ ૨૦૧૮ ના સન માં એપ્લીકેશન ની સીઝન હવે શરુ થઇ ગઈ છે, અને એ સીઝન નો આખરી દિન ૩૧ મી મે, ૨૦૧૮ છે. એપ્લીકેશન વાસ્તે આ નિઝામ QJSP.org પર મુકવામાં આવ્યો છે.