મૌલાતોના ફાતેમા (સ.અ.) ના શહાદત ના મુબારક મીકાત પર, ૧૦ મી જુમાદલ ઉલા ના દિન, સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) બેકર્સફિલ્ડ, કેલીફોર્નીયા માં શહાદત ની મજલિસ માં જલવા અફરોઝ થશે.

શેહઝાદા ડૉ. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન, દારુસ સકીના, મુંબઈ માં જુમાદલ ઉલા ની ૧૦ મી રાતે (૨૫ મી જાન્યુઆરી, જુમેરાત ના દિન) મગરિબ અને ઇશા ની નમાઝ બાદ મૌલાતોના ફાતેમા ની શહાદત ની મજલિસ માં તશરીફ લાવશે. આ મજલિસ નું લાઇવ પ્રસારણ આ લીંક સી કરવા માં આવશે. મજલિસ બાદ તમામ મુમિનીન ને સલવાત ના જમન નું ઇઝન છે.

મુમિનીન સી ગુઝારીશ છે કે સગલા આ મુબારક મીકાત પર જમે થાય અને આ મિસલ અમલ કરે.