માનનીય જસ્ટિસ ગૌતમ પટેલ એ પ્રતિપક્ષ ના અન્ય સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશન માટે ૧૧, ૧૨ અને ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ ની તારીખ નિર્ધારિત કરી છે. પ્રતિપક્ષ ના અન્ય સાક્ષીઓનું ક્રોસ એક્ઝામિનેશન પ્રતિવાદી ના જમાઈ અબ્દુલકાદિર મોઈઝ નૂરૂદ્દીન ના ક્રોસ એક્ઝામિનેશન થી શરુ થશે.

સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઇરશાદ ફરમાવ્યું છે કે મુમિનીન હસ્બોનલ્લાહો વ નેઅમલ વકીલ ની ૪૫૦ વાર તસ્બીહ કરે, નસરે વલ મહાબા અને બીજી દોઆઓ પઢે અને નઝરૂલ મકામ માને. ખુદા તઆલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને નસરે અઝીઝ અને ફતહે મુબીન અતા કરે.