સૈયદના તાહેર ફખરુદ્દીન સાહેબ ત.ઉ.શ. (પ્રતિવાદી) ની ગવાહી માનનીય બોમ્બે હાઈ કોર્ટ માં ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તમામ થઇ. આપ ની ગવાહી ૨૭ દિવસ થઇ. 

તે બાદ આપ ના તરફ થી એમરી યુનિવર્સિટી ના પ્રોફેસર ડેવિન સ્ટૂઅર્ટ કે જે ઈસ્માઈલી મઝહબ ના માહિર સંશોધક છે, આપ એ નિષ્પક્ષ ગવાહ તરીકે ગવાહી આપી. પ્રોફેસર ડેવિન સ્ટૂઅર્ટ અરબી અને ભાષાશાસ્ત્ર ના ભી માહિર સંશોધક છે. 

પ્રોફેસર સ્ટૂઅર્ટ ની ગવાહી ૬ ડિસેમ્બર ૨૦૧૯ ના દિવસે, ૬ દિવસ ગવાહી થવા બાદ તમામ થઇ. આપ ની ગવાહી ના અખબાર ઓનલાઇન અને બીજા અખબારો માં નશર થઇ, જેમકે મુંબઈ મિરર, દી ઇન્ડિયન એક્સપ્રેસ અને દ ફ્રી પ્રેસ જર્નલ.

સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. (પ્રતિવાદી) ના બીજા ગવાહ મુકાસિરે દાવત ડૉ. સૈયદી હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન (અ.અ.બ.), ની ગવાહી ની તારીખ માનનીય બોમ્બે હાઈ કોર્ટ એ ૨૩, ૨૪, ૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ નક્કી કીધી છે. આપ એ કેમ્બ્રિજ યુનિવર્સિટી સી પી.એચ.ડી. ની ડિગ્રી હાસિલ કીધી છે અને આપ એ અરબી અને લિસાનુદ દાવત ના દસ્તાવેઝો નો તરજુમો અંગ્રેઝી માં કીધો છે.