ગયા સાલ શેહરુલ્લાહીલ મોઅઝ્ઝમ ના ફોત થયેલા રોઝા (બીમારી યા સફર સબબ, યા બૈરાઓ ના ફોત થયેલા દિનો) ની કફ્ફારત એક દિન વાસ્તે ઘઉં ની કિંમત મુતાબિક હિસાબ થઇ શકે છે. (૧ રોઝા ના ૨૦ રૂપિયા). એમ દરખ્વાસ્ત છે કે જીતના દિનો રોઝા ફોત થયા હોઈ એની ગિનતી [email protected] પર ૨૮ મી શાબાન તક ઈ-મેલ કરવું.

ઝકાત અદા કરતી વખ્ત ક્ફ્ફારત અદા કરવાની ઝીમ્મેદારી તમારી રેહશે. ઝકાત ના ફોર્મ પર સહી જગહ પર કફ્ફારત ની રકમ લખો. કિતના રોઝા ફોત થયા છે એની ખબર પેહલા સી કરી દેવું જરૂરી છે. તાકે શરીઅત મુતાબિક એક એક દિન ઘઉં નો સદકહ કરવાનો બંદોબસ્ત થઇ શકે.