શેહરે રમઝાનુલ મોઅઝ્ઝમ વર્ષ ના બાર મહિનાઓ માં સી એક મહિના છે. એની તફઝીલ શુકામ છે? શુકામ એ ખુદા ના મહિના છે? શું બીજા મહિના ખુદા ના મહિના નથી? શેહરે રમઝાન ના મમસૂલો કોણ છે?  શેહરે રમઝાન ના રોઝા શુકામ કરે? રોઝા ની શું માઅના? શેહરે રમઝાન માં કુરાને મજીદ ઉતરા એની શું માઅના? ઝાહિર માં તો બીજા મહિનાઓ માં ભી ઉતરા છે.   
 
મજાલિસુલ હિકમત ની આઠમી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે. મૌલાનલ મન્નાન મુમિનીન ને ઇરશાદ ફરમાવે છે કે શેહરે રમઝાનુલ મોઅઝ્ઝમ ની ફઝીલત જાની ને અને મારેફત કરી ને આ મુબારક મહિના માં ઈબાદત કરે. ખુદા ની ઈબાદત, ઈબાદતુલ અહરાર કઈ તરાહ થઇ શકે એ બતાવે છે અને ખાસ્સતન હમના ના સંજોગો માં જેમાં બીમારી ફેલાએલી છે એમાં ખુદા ની બંદગી કઈ તરાહ સી કરે એ ઇરશાદ ફરમાવે છે. મજલિસ ના તમામ ના નઝદીક આપ મૌલા મુમિનીન ના હક માં ઘણી દોઆ ફરમાવે છે.