દુનિયા માં કોરોના વાઇરસ ની વબા ફેલાઈ છે, ડોક્ટરો એ ટેક્નોલોજી ની તરક્કી ના સબબ ઘણા ઓછા વક્ત માં એની વેક્સીન તૈયાર કીધી છે. વેક્સીન આ વબા ની બીમારી ની શિદ્દત કમ કરે છે તે ખાતિર એમ ઝરૂરી છે કે સગલા મુમિનીન ખુદ ની અને બીજા ઈબાદુલ્લાહ ની સેહત વાસ્તે આ વેક્સીન જલ્દી લે.

આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અને આપના ઘર ના સાહેબો એ અમેરિકા માં કોરોના વાઇરસ ની વેક્સીન લીધી છે.