અપના હુદાત કીરામ એ નેઅમલ રસમ કીધી છે કે અપને આકા હુસૈન સ.અ. ની ઝિકર પર નવું સાલ શરુ કરીએ છે, ઈમામ હુસૈન ની ઝિકર ના તુફૈલ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત અશરા મુબરકા ના દસ દિન માં મુમિનીન ને નસીબ થાઈ છે.

સાલ ૧૪૪૩ હિ માં અલ દાઈ અલ અજલ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અશરા મુબારકા ની વાઅઝ દારુસ સકીના બેકર્સફિલ્ડ કેલિફોર્નિયા માં ફરમાવશે, ઇન્શાઅલ્લાહ. સૈયદના ત.ઉ.શ. ની વાઅઝ મુબારક ફજેરે ૯ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) લાઈવ રીલે કરવામાં આવશે અને તે બાદ વાઅઝ મુબારક ની રિકોર્ડિંગ ભી મુકવા માં આવશે. મુમિનીન વાઅઝ સુનતી વખત, જેમ રૂબરૂ મજલિસ હાજર થાઈ તે મિસલ, અદબ નો ખ્યાલ રાખે.

તારીખ બીજી મોહર્રમ સી આઠ વાઅઝો નું રીલે ફજેરે ૯ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) શરુ થશે. અશરા મુબારકા ૧૪૪૩ હિ. ની વાઅઝો ની લિંક વાસ્તે યહાં ક્લિક કરો.

ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના દાઈ સાથે આ બરકાત નસીબ થાઈ તે ઘની મોટી નેઅમત છે, યે નેઅમત સી જાન ની રોશની ઝિયાદા થાય છે, આખેરત માં દરજાત બલંદ થાઈ છે. વધુ જાણકારી વાસ્તે [email protected] પર ઈમેલ કરે.