૨૩ મી જુમાદલ ઉખરા ૧૪૪૦ હિ. (ગુરુવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ ) ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ત્રીજા ઉર્સ મુબારક નો દિન છે. સૈયદના કુત્બુદ્દીન નું સબર, હિમ્મત અને હઝમ બે મિસાલ છે. એક એક મુમિન વાસ્તે આપ જે દોઆ આપી ગયા છે તે લાકીમત છે. અને અપને હમેશા શુકુર કરીશુ કે અપને એ મૌલા નો કુદસાની ચેહરો દેખવું નસીબ થયું. આપનું મીઠું તબસ્સુમ હર મુમિન ના દિલ માં નક્ષ છે. અને આપનું સબર વ સબાત યાદ કરીને હમેશા અપને હિમ્મત લેશું. (શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન નું લેખ The Grief of His Loss and the Strength of his Memory"  વાચવાને યહાં ક્લિક કરો.). સાબિક દોઆત ની ઇક્તિદા કરતા હુવા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ અઝમ કીધો છે કે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ ની મજલિસ તીન દિન, શેહરે જુમાદલ ઉખરા ની ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી તારીખ થાય.

ઉરુસ મુબારક ની મજલિસ જુમાદલ ઉખરા ની ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી રાતે (ફેબ્રુઆરી ની ૨૫, ૨૬ અને ૨૭ મી) મગરિબ અને ઇશા ની નમાઝ ના બાદ ઇવાને ફાતેમી, દારુસ સકીના માં થશે. મજલિસ ના બાદ સલવાત નું જમણ થશે ઇન્શાઅલ્લાહ.  

૨૩ મી રાતે (બુધવાર, ૨૭ મી ફેબ્રુઆરી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ખતમુલ કુરાન ની મજલિસ માં જલવા અફરોઝ થશે અને તે બાદ વાઅઝ મુબારક ફરમાવશે ઇન્શાઅલ્લાહ. વાઅઝ બાદ આપ ઝિયારત વાસ્તે પધારશે. વાઅઝ બાદ વાઅઝ ની રિકોર્ડિંગ વેબસાઈટ પર મુક્વા માં આવશે ઇન્શાઅલ્લાહ.

૨૩ મી જુમાદલ  ઉખરા  ઉરુસ  મુબારક  ના દિન (૨૮ મી ફેબ્રુઆરી) સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. રોઝા કુત્બીયા ના સેહેન માં ૧૦:૩૦ વાજે ખતમુલ કુરાન ની મજલિસ માં તશરીફ લાવશે ઇન્શાઅલ્લાહ. મજલિસ બાદ મુમિનીન ને સલવાત અને નિયાઝ ના જમણ નું ઇઝન છે.

આ દિનો સૈયદના સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની નીયત પર કુરઆન પઢવા ના દિનો છે. આ દિનો સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઝિકર કરવાના દિનો છે અને આપના એહસાનાત નો શુકુર કરવાના દિનો છે. આ દિનો આલમુલ કુદુસ સી સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની નઝરાત તલબ કરવાના અને આપના તવસ્સુલ સી ખુદા ના દરબાર માં દોઆ કરવાના દિનો છે. મુમિનીન આ મિસલ અમલ કરે