૨૩ મી જુમાદિલ ઉખરા, મંગળવાર ના દિન ( ૨૧ મી માર્ચ), ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. નું પેહલું ઉર્સ છે. આ મુબારક મૌકે માં, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એમ ઈર્શાદ ફરમાવે છે કે જે સગલા મુમીનીન ને ઈમ્કાન હોઈ, યે સગલા દારુસ સકીના માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. મઝાર-એ-અક્દસ પર આવીને ઉર્સ ની બરકાત લે.

૧૯ મી રજબ ૧૩૮૫ હિ. માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના વફાત ના પછી, આપના વારિસ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યે ફસલ કીધું કે ૫૧ માં દાઈ ના ઉર્સ ની મજાલીસ તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવે. એજ મિસલ ૧૬ મી રબી ઉલ અવ્વલ ૧૪૩૫ હિ. માં, ૫૨ માં દાઈ ના વફાત પછી ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ ફસલ કીધું કે ૫૨ માં દાઈ ના ઉર્સ ની મજાલીસ ભી તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવે. આપ ના નાસ ની ઇક્તેદા કરીને, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે એમ ફસલ કીધું છે કે ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજાલીસ ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી જુમાદિલ ઉખરા, તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવસે.

યે દિનો અપના વાસ્તે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની નિયત પર કુરઆન મજીદ ની તિલાવત કરવાના દિનો છે અને જે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના અપના ઉપર બેશુમાર એહ્સાનાત હતા એહને યાદ કરવાના અને એહનો શુકુર કરવાના દિનો છે. સૈયદના કુત્બુદ્દીન રી.અ. પર સલામ પઢવાના દિનો છે, અને આલમે કુદ્સ સી આપની નઝરાત તલબ કરવાના દિનો છે, અને આપનો  તવસ્સુલ લઇ ને અલ્લાહ તઆલા ના નઝદીક દોઆ કરવાના દિનો છે.

ઉર્સ ના મુબારક અય્યામ ના પ્રોગ્રામ ની તખ્મીન આ મીસલ છે :

સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ માં જુમાદિલ ઉખરા ની ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી રાત ( ૧૮ મી, ૧૯ મી અને ૨૦ મી માર્ચ ૨૦૧૭), સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરીબ અને ઈશા ની નમાઝ પછી ઈવાને ફાતેમી, દારુસ સકીના માં જલવા અફરોઝ થાસે ઇન્શાઅલ્લાહોતઆલા, ઉર્સ ની મજલીસ ના પછી તમામ હાઝેરીન ને સલવાત ના જમન નું ઇઝન છે.

૨૩ મી રાત જુમાદિલ ઉખરા ( સોમવાર, ૨૦ મી માર્ચ, ૨૦૧૭) ઉર્સ મુબારક ની રાતે, સૈયદના ફખરુદ્દીન ખતમુલ કુરઆન ની મજલીસ ના પછી વઅઝ મુબારક ફરમાવસે, વઅઝ ના પછી સૈયદના ત.ઉ.શ. ઉર્સ ની ઝિયારત વાસ્તે તશરીફ લઇ જાસે.

૨૩ મી જુમાદિલ ઉખરા ( મંગળવાર, ૨૦ મી માર્ચ, ૨૦૧૭) ઉર્સ મુબારક ના દિન, સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ખતમુલ કુરઆન ની મજલીસ ના વાસ્તે સૈયદના કુબુદ્દીન રી.અ. ના રૌઝત મુબરકા ના સેહેન માં ફજેરે ૧૦:૩૦ વાગ્યે જલવા અફરોઝ થાસે ઇન્શાઅલ્લાહ.

હર શેહેર ના મસૂલ એહના શેહેર ના મુમીનીન ને વહાં ના મજલીસ ના પ્રોગ્રામ ની ખબર કરસે. મુમીનીન એહના શેહેરના મસૂલને પ્રોગ્રામ ની તફાસીલ જાનવાને કોન્ટેક્ટ કરે.

જે લોગો મજલીસ માં નહીં હાઝીર થઇ સકતા એહના વાસ્તે ઉર્સ ના અમલ ની તખ્મીન વેબસાઈટ (website) પર નશર કરવામાં આવશે.