સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) મીલાદ

મૌલાનલ મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) ના મીલાદ મુબારક ની રાતે, ૨૦ મી રબીઉલ આખર ની રાતે (શનિવારે, ૬ જાન્યુઆરી ૨૦૧૮), સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) દારુસ સકીના, મુંબઈ માં મગરીબ અને ઈશા ની નમાઝ પઢાવશે અને તે બાદ મીલાદ મુબારક ની ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થશે. મજલિસ માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) નો વસીલો લઈ ને આપ ની નિયત પર દરીસ ની તિલાવત થશે. મજલિસ બાદ તમામ મુમેનીન ને આકા મૌલા (ત.ઉ.શ.) ના તરફ સી સલવાત અને ખુશી ના જમન નું ઇઝન છે.

મુમેનીન થી ગુઝારીશ છે કે પોતાના ગામ ના મસૂલ ને કોન્ટેક્ટ કરીને પ્રોગ્રામ ની વિગત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.


સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) મીલાદ

તારીખ ૨૬ મી રબીઉલ આખર દાઈઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) ના મીલાદે મૈમૂન નો  મુબારક દિન  છે.

સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) ૨૬ મી રબીઉલ આખર (શનિવાર, ૧૩ જાન્યુઆરી ૨૦૧૮) ના દિન, બપોરે ૧૨ વાગ્યે, ઈવાને ફાતેમી, દારુસ સકીના, મુંબઈ માં ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થશે. તે બાદ ઝોહર અને અસર ની નમાઝ થશે. મજલિસ બાદ તમામ મુમેનીન અને મુમેનાત ને સલવાત અને ખુશી ના જમન નું ઇઝન છે.

મુમેનાત નું વધાવાનું પ્રોગ્રામ મીલાદ ના દિન (૨૬ મી રબીઉલ આખર) સાંજે ૪ વાગ્યે થશે ઇન્શાઅલ્લાહ.

૨૭ મી શેહરે રબીઉલ આખર (રવિવાર, ૧૪ જાન્યુઆરી ૨૦૧૮)

ફજેરે મુમેનીન, મુમેનાત અને ફરઝંદો માટે સ્પોર્ટ્સ ના પ્રોગ્રામ થશે અને તે બાદ સાંજે ૫ વાગ્યે મદરસા ના ફરઝંદો નો પ્રોગ્રામ થશે.

૨૮ મી રાત, શેહરે રબીઉલ આખર (રવિવાર, ૧૪ જાન્યુઆરી ૨૦૧૮)

સૈયદના (ત.ઉ.શ.) મગરીબ અને ઈશા ની નમાઝ પઢાવશે અને તે બાદ જે સગલા મુમેનીન હંમેશા સબક માં હાઝીર થાય છે એ સગલા ને મૌલાના (ત.ઉ.શ.) સબક માં ઈલ્મે લદુન્ની ની બરકત અતા ફરમાવશે. સબક બાદ સગલા મુમેનીન ને સલવાત ના જમન નું ઇઝન છે.

મુમેનીન થી ગુઝારીશ છે કે પોતાના ગામ ના મસૂલ ને કોન્ટેક્ટ કરીને પ્રોગ્રામ ની વિગત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.


સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન (રી.અ.) મીલાદ

મૌલાનલ મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન (રી.અ.) ના મીલાદ મુબારક ની રાતે, ૨૯ મી રબીઉલ આખર ની રાતે (સોમવારે, ૧૫ જાન્યુઆરી), સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) દારુસ સકીના, મુંબઈ માં મગરીબ અને ઈશા ની નમાઝ પઢાવશે અને તે બાદ મીલાદ મુબારક ની ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થશે. મજલિસ માં સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન (રી.અ.) નો વસીલો લઈ ને આપ ની નિયત પર દરીસ  ની તિલાવત થશે. મજલિસ બાદ મુમેનીન ને સલવાત અને ખુશી ના જામન નું ઇઝન છે.

મુમેનીન થી ગુઝારીશ છે કે પોતાના ગામ ના મસૂલ ને કોન્ટેક્ટ કરીને પ્રોગ્રામ ની વિગત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.