જિહાદ ઇસ્લામ ના સાત દેઆમત માં સી એક દેઆમત છે. હર મુમિન પર વાજિબ છે ફરઝ છે. મગર જિહાદ ની શું માઅના?

કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે ‘શું તમે એમ સમજો છો કે તમે જન્નત માં દાખલ થઇ જશો?’ પછી ફરમાવે છે ‘કે એમ નહિ થાઈ જહાં તક કે ખુદા દેખશે - ખુદા જાણશે - કે તમારા માં સી જિહાદ કોઈ એ કીધી, સબર કોઈ એ કીધો’, (સુરતે આલે ઇમરાન: ૧૪૨). જિહાદ અને સબર ને ખુદા એ જોડી દીધા અને જિહાદ ને જન્નત માં દાખલ થવા વાસ્તે એક શરત કીધી, તો એ જિહાદ શું છે?

રસુલુલ્લાહ સ.અ.વ. એ ૨૮ લડાઈ લડી. એક લડાઈ માં સી મદીના પાછા પધારા તે વખત રસુલુલ્લાહ એ ફરમાવ્યું કે નાની લડાઈ સી હવે મોટી લડાઈ માં આયા. સગલા રસુલુલ્લાહ ને ફિકર માં પૂછે છે, હમણાં તો લડાઈ કરીને આવ્યા, જાન નો ખતરો હતો, એના સી હજી કઈ મોટી લડાઈ? - રસુલુલ્લાહ સ.અ.વ. એ શું જવાબ ફરમાવ્યો? આપણી ઝિંદગી માં એ હિદાયત કઈ તરાહ અપનાવીએ?

આ સવાલ નો જવાબ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ત્રણ હિસ્સા માં ફરમાવે છે, એના પહેલા હિસ્સા માં ‘જિહાદે અકબર’ ની ઝિકર ફરમાવે છે, કે જે મજાલિસુલ હિકમત ની ૧૪ મી મજલિસ છે. બીજા ૨ હિસ્સા ૧૫ મી અને ૧૬ મી મજલિસ માં ફરમાવશે ઇન્શાઅલ્લાહો તઆલા.