સગલા આ વાત નો અનુભવ કરે છે કે દુનિયા બલા મુસીબત નું ઘર છે અને છેલ્લે મૌત આવે છે. એ હકીકત છે. કોઈ ભી ઇન્સાન - ચાહે અમીર હોઈ યા ગરીબ - એને દુનિયા માં તકલીફ પહોંચે છે.

ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે ખુદા સબર કરનાર ને અજર કેવું આપે છે કે બે ગૈરે હિસાબ, અને એમ ભી ફરમાવ્યું કે ખુદા સબર કરનારાઓ ને મોહબ્બત કરે છે, એને પસંદ કરે છે.

સવાલ કરનાર એમ સવાલ કરે છે કે આ સંજોગો માં સબર કેમ કરવું? અને સબર કરવામાં સવાબ મળે એમ શું કામ બયાન આવ્યું? સબર કરે તો કઈ રાહ પર અને શું નીયત રાખે? સબર કરવાથી મુમિન ને દુનિયા ની ઝિંદગી ગુઝારવામાં શું ફાયદા થાઈ છે?

મજાલિસુલ હિકમત ની ૨૫ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.