રસુલુલ્લાહ સ.અ.વ. સૈયદુલ મુરસલીન અને ખાતમુન નબીયીન છે. રસુલુલ્લાહ નો મકામ અઝીમ છે અને કુરાને મજીદ માં ખુદા તઆલા આપની સિફત કરતા હુઆ ફરમાવે છે કે - આપના અખ્લાક ઘણા શાન ના છે - "انك لعلى خلق عظيم." શું જન્નત હાસિલ કરવાને ઈમાન અને મોહબ્બત કાફી નથી? નેક અખ્લાક અને લોગો સાથે બેહતર વર્તાવ કરે તેનું ઈમાન સાથે શું જોડ છે?

મુમિન ના અખ્લાક કેવા હોઈ? શું કરતા હોઈ? શું ન કરતા હોઈ?

મજાલિસુલ હિકમત ની ૧૯ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.