ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે “ وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلإِنسَ إِلاَّ لِيَعْبُدُونِ” સુરતુઝ ઝારિયાત આયત ૫૬, હમે જિન અને ઇન્સ ને પેદા ન કીધા મગર કે મારી બંદગી વાસ્તે. આ આયત સી તો એમ થાઈ છે કે પેદા કરવાની ગરઝ એ છે કે ખુદા ની બંદગી કરે. અગર પેદા કરનાર ની ગરઝ હોઈ તો એ મોહતાજ છે, અને મોહતાજ હોઈ તો એ નાકિસ છે. હાશા લિલ્લાહ - ખુદા તો નાકિસ હોઈજ ન શકે. ખુદા મોહતાજ હોઈજ ન શકે. ખુદા ને તો કોઈ ગરઝ હોઇજ નહિ. આ આયત માં તો આમ ફરમાવે છે, તો એની માઅના શું? જવાબ શું છે કે જેના સી શિફા થાઈ?

બંદગી કઈ તરાહ કરે? શું નીયત સી કરે? બંદગી ની બે (૨) કિસમ છે: ઈબાદત ઇલ્મીયા અને ઈબાદત અમલીયા - એ બંને માં શું ફરક? બંને ની શું કામ ઝરૂરત છે?

આમ લાગે કે સવાલ ઘણો સાદો છે? મગર જે વખત એની માઅના બયાન થાઈ તો ખબર પડે કે હિકમત ના મોતી અને હકીકત ના અસરાર એમાં સમાયા હુવા છે. મજાલિસુલ હિકમત ની ૧૭ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.