અપને માનિયે છે કે કુરાને મજીદ કિતાબુલ્લાહ છે. ખુદા ના કિતાબ છે. એમ માનિયે છે કે કુરાન હક છે, કે જે કુરાન મોહમ્મદ રસુલુલ્લાહ પર ઉતારા ગયા. આ મિસલ શું કામ માનિયે છે?

કુરાને મજીદ ૧૪૦૦ વર્ષ પહેલા ઉતરા અને કુરાને મજીદ ના લાવનાર અને પઢનાર રસુલે ખુદા તો વફાત થઈ ચુકા છે. એને કુરાન પઢતા અપને સુના નથી, બલ્કે કોઈ ના કેહવા સી અપને માનિયે છે કે કુરાન ખુદા ના કિતાબ છે, શું કામ? અને અગર રસુલુલ્લાહ ના ઝમાન માં હોતે ભી, તો ત્યારે ભી શું કામ એમ માનતે કે આ ખુદા ના કિતાબ છે?

કુરાન ને ખુદા ના કિતાબ માનતા હોઈ, તો કુરાન ની માઅના સમજી ને પઢે તો ફાયદો છે. અને કુરાને મજીદ ની તફસીરો ઘણી છે, અલગ અલગ માઅના સગલા કરે છે, તો કઈ માઅના સહી છે?

અપને એમ ભી માનિયે છે કે કુરાને મજીદ રસુલુલ્લાહ નો મોજિઝો છે, તો શું કામ? જે અરબી ઝબાન ન જાનતા હોઈ એના વાસ્તે કુરાન ની બલાગત ફસાહત નો મોજિઝો શું માઅના રાખે છે?

કુરાને મજીદ માં રસુલુલ્લાહ ની ઝબાન પર આ આયત છે કે એ પરવરદિગાર, મારી કૌમ એ કુરાને મજીદ ને મુકી દીધા છે. ઝાહિર માં તો એમ નથી, તારે આ આયત ની શું માઅના છે?

મજાલિસુલ હિકમત ની ૫૭ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.