રસુલુલ્લાહ, નબી, ઇમામ યા દાઈ ની શું ઝરૂરત છે? ઘના ફલાસિફા (તર્કશાસ્ત્રીઓ) એમ કહે છે કે અંબિયા ની ઝરૂરત નથી. ઇન્સાન પાસે અક્કલ છે. તો અક્કલ વાપરી ને મન સી સગલું સમજી શકે છે. એમ હોઈ તો હિદાયત અને નજાત વાસ્તે એક હિદાયત આપનાર સાહેબ ની શું ઝરૂરત છે?

મજાલિસુલ હિકમત ની નવમી મજલિસ માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. આ અહમ સવાલ નો જવાબ ફરમાવે છે.

સૈયદના આ સવાલ ભી કાયમ કરે છે કે અગર એમ માનતા હોઈ કે હાદી ની ઝરૂરત છે તો પછી એ કોણ છે? દાવા તો ઘણા કરે છે, સાચી વાત અને હક ની વાત કોણ કરે છે? કોને તાબે થવું જોવે? આ સવાલ નો જવાબ સૈયદના આવતી મજલિસ માં ફરમાવશે ઇન્શાઅલ્લાહ.