કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે નથી ખુદા મગર એ.

અલગ અલગ મઝહબો છે, ઇસ્લામ માં અલગ અલગ ફિરકાઓ છે, સગલા ખુદા માં અલગ અલગ તરાહ સી માને છે, મગર સહી તૌહીદ કઈ તરાહ થાઈ? તૌહીદ ની હકીકત શું છે? હુદાત કિરામ ખાસ્સતન અમીરુલ મુમિનીન મૌલાના અલી સ.અ. એ આપના ખુતબાઓ માં તૌહીદ ના બારા માં શું ફરમાવ્યું છે?

ખુદા તઆલા કુરાને મજીદ માં એ ભી ફરમાવે છે કે જે ખુદા માં ભાગીદારી કરે છે - શિર્ક કરે છે - એ શિર્ક નો ગુનાહ ખુદા હરગિઝ માફ નથી કરતા. સૈયદનલ મોઐયદુશ શીરાઝી રી.અ. ઇરશાદ ફરમાવે છે કે શિર્ક બે તરાહ ના છે: જલી - કે જે સગલા ને દેખાઈ અને ખફી: જે છુપેલું છે. બંને માં શું ફરક? અને બંને કિસમ ના શિર્ક સી કઈ તરાહ બચે?

મજાલિસુલ હિકમત ની ૪૧ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.