રસુલુલ્લાહ સ.અ.વ. ફરમાવે છે કે જે શખ્સ મારા ફરઝંદ હુસૈન પર રોસે, રૂલાવશે યા રોવા જેવું મૂંહ બનાવશે તો એના વાસ્તે જન્નત વાજિબ છે.

નબી-એ-સાદિક ની હદીસ મુતાબિક હુસૈન પર રોનાર ને સવાબ અઝીમ મળે છે - એ શું કે જન્નત - તો એટલું મોટું સવાબ શું કામ? અપને હુસૈન ઇમામ સ.અ. ની ઝિકર કરીયે છે, એને યાદ કરીને રોઇએ છે એમાં શું હિકમત છે? શું ફલસફત છે? શું કામ કરીયે છે?

મજાલિસુલ હિકમત ની ૨૪ મી મજલિસ માં, અશરા મુબારકા ના નઝદીક, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.