કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે કોઈ એક દાણા બરાબર ખૈર કરશે તો દેખશે, એજ મિસલ દાણા બરાબર શર કરશે તો દેખશે.

શર કઈ તરાહ વુજૂદ માં આવ્યું? ખુદા તઆલા હર ચીઝ ના પેદા ના કરનાર છે પણ ખુદા એ તો શર નથી બનાવ્યું? એ તો ન હોઈ શકે. તો કઈ તરાહ સી શર આવ્યું?

અમીરુલ મુમિનીન સ.અ. એ દુનિયા માં શર ના ત્રણ અસલ ની ઝિકર ફરમાવી છે. એ ત્રણ ચીઝ શું છે?

કુરાને મજીદ માં ખુદા “ખૈરૂલ બરીયત” દુનિયા માં સગલા સી અચ્છા લોગો અને “શર્રુલ બરીયત” સગલા કરતા શર લોગો - એ બંને ની ઝિકર કરે છે. ખૈર ના લોગો માં સી કઈ તરાહ થવું? શર ના લોગો સી કઈ તરાહ બચવું? ખાસ્સતન ફરઝંદો ને શર સી કઈ તરાહ બચાવું?

મજાલિસુલ હિકમત ની ૩૯ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.