શું મીસાક આપવા માં ઈખ્તિયાર છે? શું મીસાક એક ગુલામી નો કિલાદો છે?

મીસાક ની ઝિકર કુરાને મજીદ માં ખુદા એ ૭૦ કરતા વધારે મૌઝે માં ફરમાવી છે. મીસાક ની શું માઅના છે ? મીસાક શું કામ છે? અને હર ઝમાન માં અમર ના ધની, હક ના સાહેબ - ઇમામ યા સતર ના ઝમાન માં એના દાઈ - એને મીસાક આપવું શું કામ વાજિબ છે? મીસાક આપે તોજ નજાત - એમ શું કામ?

મજાલિસુલ હિકમત ની ૧૩ મી મજલિસ માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.