લૈલતુલ કદર મુકબિલ છે, કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે લૈલતુલ કદર ની શાન હઝાર મહિના કરતા વધીને છે. એમ શું કામ? એની ફઝીલત શું? બીજી રાતો કરતા આ રાત માં શું ખાસ છે?

ઇન્ના અન્ઝલનાહો ની સુરત માં “લૈલતુલ કદર” ત્રણ વાર છે, એની શું માઅના, ત્રણ વાર શુ કામ?

લૈલતુલ કદર ની શાન ઓળખીને એને ઝિંદા કઈ તરાહ કરવી? એમાં અમલ કઈ તરાહ કરવું?

મજાલિસુલ હિકમત ની ૧૧ મી મજલિસ માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ આ સવાલો ના જવાબ ફરમાવે છે.