હજ માં બૈતુલ્લાહ ની તરફ કસ્દ કરે - બૈતુલ્લાહ શું છે? ખુદા નું ઘર શું કામ કહેવામાં આવે છે? બૈતુલ્લાહ પથ્થર ના બનેલા છે. શું કોઈ એમ કહે કે ખુદા એમાં રહે છે? તો પછી એમ શું કામ કહેવામાં આવે છે કે ખુદા નું ઘર છે? તો બૈતુલ્લાહ ની તરફ હજ માં કસ્દ શું કામ?

ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે હજ સગલા લોગો પર વાજિબ છે, અગર એની ઇસ્તિતાઅત હોઈ, મગર વાજિબ શું કામ છે?

મજાલિસુલ હિકમત ની ૨૨ મી મજલિસ માં, યૌમુલ હજ્જિલ અકબર ઈદુલ અદહા ના મીકાત પર, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.