એમ મારૂફ છે કે ઈદુલ ફિતર નો દિન એક ખાસ દિન છે. ખુશી નો દિન છે. એહતેફાલ નો દિન છે. એનો સબબ અને હિકમત શું છે? શરીઅત ના સાહેબ એ ઈદ ના દિન નું ફઝલ શું કામ ઈખ્તિયાર કીધું?

તો પહેલા સવાલ એ કે ઈદ ક્યારે છે?
રસુલુલ્લાહ સ.અ. શેહરે રમઝાન ના પહેલા જંગ વાસ્તે પધારી રહ્યા હતા તો મુસ્લિમીન એ અરઝ કીધી કે હમેં આપને દેખીને રોઝા કરતા અને ઈફ્તાર કરતા. તો હવે કઈ તરાહ? આપે ફરમાવ્યું કે એને દેખીને રોઝા કરો અને એને દેખીને ઈફ્તાર કરો. ઝાહિર ના લોગો કહે છે કે ચાંદ દેખીને રોઝા અને ઈફ્તાર કરવાની મુરાદ છે. અગર ઝાહિર માં ચાંદ દેખવાની મુરાદ હોઈ તો કોઈ વાર વાદળ હોઈ છે અને ચાંદ દેખાતાજ નથી. અને ઉમ્મત માં અલગ અલગ દિન ઈદ મનાવે છે. અગર ઈદ ના દિન રોઝુ હરામ છે તો એમ કઈ તરાહ થઇ શકે કે એક જગ્યા ઈદ અને બીજી જગ્યા નહિ?

મજાલિસુલ હિકમત ની ૧૨ મી મજલિસ માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ આ સવાલો ના જવાબ ફરમાવે છે.