ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે જે સગલા ને ઈલ્મ આપ્યુ એના વાસ્તે જન્નત માં દરજાત છે.

સગલા સી આલા ઈલ્મ આલે મોહમ્મદ નું ઈલ્મ છે. મગર એ સગલા સી આલા ઈલ્મ શું કામ કેહવાઈ છે. ઈલ્મ તો ઈલ્મ છે. આ ઈલ્મ નો દરજો સગલા સી વધી ને શું કામ છે?

આલે મોહમ્મદ ના ઈલ્મ ના અંદર સગલા સી આલા તૌહીદ નું ઈલ્મ શું કામ?

મજાલિસુલ હિકમત ની ૨૭ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.