મુલહેદીન (નાસ્તિક લોગો) કહે છે કે દીન ના લોગો તર્કસંગત વિચારતા નથી અને અંધ શ્રદ્ધાળુ હોય છે. એ સગલા એમ હુજ્જત કરે છે કે ખુદા તો દેખાતા નથી તો તમને કેમ ખબર છે કે ખુદા છે? કહે છે કે તમે એમ કેહતા હોઈ કે પેદાઈશ છે તો પેદા ના કરનાર હોવા જોઈએ તો એના પેદા ના કરનાર કોણ છે?

આ સગલી હુજજતો અને સવાલો નો હક ના હુદાત શું જવાબ દે છે? મુલહેદીન ની બાતિલ ની હુજ્જત કઈ તરાહ તોડે છે?

મુમિન ઈલહાદ (નાસ્તિકતા) ના શર સી કઈ તરાહ બચીને રહે? ખુદા ની બરાબર મારેફત કઈ તરાહ કરે?

મજાલિસુલ હિકમત ની ૪૦ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.