અવલિયા કિરામ ઇરશાદ ફરમાવે છે કે રજબ ના મહિના ના દિનો ખુદા તઆલા ના ચુના હુઆ દિનો માં સી છે. ખુદા તઆલા કુરાને મજીદ માં મૂસા નબી ને ખિતાબ કરતા હુઆ ફરમાવે છે કે તમે લોગો ને ખુદા ના દિનો ની યાદ દિલાઓ.

ઝાહિર માં સૂરજ ઉગે અને ગુરૂબ થાઈ તો એ એક દિન છે, એક દિન ની બીજા દિન પર તફઝીલ શું કામ? રજબ ના મહિના ની શું કામ મીઝત છે? આ શું કામ ખુદા ના દિનો છે?

રજબ ના ઉમરા ની શું કામ મીઝત છે? રજબ ના રોઝા, રજબ માં અય્યામુલ બીઝ, રજબ માં મેઅરાજ અને મબઅસ અને રજબ ની પહેલી રાત - આ સગલા મીકાતો ની શું માઅના છે, શું અહમીયત છે?

મજાલિસુલ હિકમત ની ૪૨ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.