હર ઇન્સાન એમ પસંદ કરે કે પોતે જે કઈ કરે એમાં બેહતર થતો જાઈ. ત્યારે એ હાસિલ કરવાનો રસ્તો શું છે? અને એમાં મોટી હિકમત શું છે કે બેહતર અને અફઝલ બને?

કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે હર ચીઝ ને બેહતર પેદા કીધી અને ઇન્સાન ની પેદાઈશ માટી સી શરુ કીધી. આ આયત ની શું માઅના?

નફ્સ ફઝલ કઈ તરાહ હાસિલ કરે? એમાં મોટી હિકમત શું છે કે બેહતર બને? દરજાત માં કઈ તરાહ ચઢે?

મજાલિસુલ હિકમત ની ૧૮ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.