ઝાહિર માં વફા ની માઅના શું છે કે જે વાયદો કીધો હોઈ એને નિભાવે. જે ભી મુશ્કિલો ખમવી પડે અમાનત માં ખયાનત ન કરે. સાચું બોલે. આ સગલી ખસલતો દુનિયા માં વખણાય છે. પણ હકીકત માં વફા ની માઅના શું છે?

કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે ખુદા એ જે વાયદો કીધો છે એના ખિલાફ નથી કરતા. ખુદા ના વાયદા ની હકીકત શું છે, ખુદા એ કયો વાયદો કીધો છે કે જે નિભાવી રહ્યા છે અને નિભાવશે?

એજ મિસલ કુરાને મજીદ માં ખુદા ફરમાવે છે કે પોતાના અંબિયા નો એહેદ અને મીસાક લીધો, એ શું? અને ખુદા ના અવલિયા એ એહેદ કઈ તરાહ નિભાવે છે?

હજી ખુદા એ કુરાને મજીદ માં ખુદા ના એહેદ ને વફા કરનાર ની ઘણી આયતો માં વખાણ કીધા છે. તો મુમિન એના વાયદા ને નિભાવે, એના મીસાક ની શરતો ને વફા કરે, એમાં શું બયાનો છે, ખુદા ના અવલિયા ના એમાં શું ઇરશાદાત છે, અને ફોઝલા કિરામ ની અખબાર માં વફાદારી ના શું સબકો છે?

મજાલિસુલ હિકમત ની ૫૮ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.