આ મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. સુલૈમાની ફિરકા કઈ તરાહ હક સી અલગ થયો એમાં ઝિયાદા બયાન ફરમાવે છે. ગુઝિશ્તા મજલિસ માં ઝિકર ફરમાવી કે સુલૈમાની ફિરકા ના લોગો ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ રી.અ. ના ઝમાન માં હક ના સાહેબ સી અલગ થયા. સુલૈમાન બિન હસન જે ૨૪ માં દાઈ નો પૌત્ર હતો, એ ખોટો દાવો કીધો એને દાઈ માનવા લાગી ગયા.

આ મજલિસ માં સૈયદના દાઉદ ને સુલૈમાન પર જે અકબર બાદશાહ ના દરબાર માં ઝફરયાબી થઇ એ ઝિકર ફરમાવે છે.

સુલૈમાન એ લાહોર માં અકબર બાદશાહ ના દરબાર માં શું ચાલ ચાલી જેના સી અકબર બાદશાહ ના એક વઝીર એના સાથે થઇ ગયા? સૈયદના દાઉદ શું કામ અહમદાબાદ માં પરદે થઇ ગયા? હુદૂદ ફોઝલા પર શું ઝુલ્મ અને સિતમ થયા?

પછી શું ઉમૂર બના તાકે સૈયદના દાઉદ અકબર બાદશાહ ના દરબાર માં તશરીફ લઇ ગયા? વહાં મુમિનીન અને સુલૈમાનીઓ ના દરમિયાન કઈ તરાહ સી કઝિયો ચાલો? અને સૈયદના દાઉદ ની અકબર ના દરબાર માં શું શાનાત ઝાહિર થઇ?

મજાલિસુલ હિકમત ની ૬૪ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.


પહેલા મજાલિસો માં મૌલાનલ મન્નાન એ દાવત ની તારીખ માં ફિરકાઓ કઈ તરાહ થયા એની ઝિકર ફરમાવી. શુરુ માં શીઆ સુન્ની નો ફિરકો કઈ તરાહ થયો (મજલિસ ક્ર. ૪૭ - ૪૯), તે બાદ ઝૈદી ફિરકો મોહમ્મદુલ બાકિર ઇમામ સ.અ. ના ઝમાન માં કઈ તરાહ અલગ થયો (મજલિસ ક્ર. ૫૦), અને ઇસના અશરી શીઆ નો ફિરકો જાફરુસ સાદિક ઇમામ સ.અ. પછી કઈ તરાહ હક ના રસ્તા સી દૂર થઈ ગયો (મજલિસ ક્ર. ૫૧ - ૫૨), અને મુસ્તનસિર ઇમામ ના પછી નિઝારી ફિરકો કઈ તરાહ હક સી અલગ થયો (મજલિસ ૫૬) તાકે મજીદીયા ફિરકો ૨૦ માં ઇમામ આમિર બેઆહકામિલ્લાહ ના પછી કઈ તરાહ હક સી અલગ થયો (મજલિસ ક્ર. ૬૦). અને આ મજલિસ માં ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ રી.અ. ના ઝમાન માં સુલૈમાની ફિરકો હક ના રસ્તા સી કઈ તરાહ બેહકી ગયો એની ઝિયાદા ઝિકર ફરમાવે છે (મજલિસ ક્ર. ૬૨ - ૬૩)