સુલૈમાની ફિરકા ના લોગો ૨૪ માં દાઈ નો પૌત્ર સુલૈમાન બિન હસન ને દાઈ માનવા લાગી ગયા. જ્યારે ૨૬ માં દાઈ સૈયદના દાઉદ બિન અજબશાહ વફાત થયા તો સુલૈમાન એ ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ ને આપના વાલી ના હાથ પર યમન માં મીસાક આપો. અને ત્રણ સાલ પછી ખોટો દાવો કીધો. ૨૬ માં દાઈ ના કાતિબ એ ખોટો કાગઝ બનાવ્યો અને સુલૈમાન ને મોકલો. અને ૨૬ માં દાઈ ના ફરઝંદો ભી સુલૈમાન ના સાથે થઇ ગયા. અને અહમદાબાદ ના હાકિમ એ લોગો ના સાથે થઇ ગયા. તાકે ફિત્નત એટલી ઝિયાદા થઇ કે ૨૭ માં દાઈ ને પરદે થઇ જવું પડ્યું. 

દાવત માં શું ઉમૂર બના જેના સબબ દાઈ ના ઘર ના લોગો એ મુદ્દઈ સુલૈમાન ને સાથ દીધો, બલ્કે આગે કીધા? ૨૬ માં દાઈ ના કાતિબ ને કોઈ એ ચઢાયો? અહમદાબાદ નો હાકિમ શું કામ ૨૭ માં દાઈ ના ખિલાફ થઈ ગયો? આ ઝમાન માં હુદૂદ ફોઝલા એ શું શાન સી ખિદમત કીધી?

આપણી પેહચાન દાઉદી બોહરા કૌમ શું કામ છે? સૈયદના દાઉદ બિન કુતુબશાહ હક ના દાઈ છે એની મોટા માં મોટી દલીલ શું છે?

આજ ના ઝમાન માં ફિત્નત ના લોગો નું અમલ સુલૈમાન ની ફિત્નત મિસલ કઈ તરાહ છે?

મજાલિસુલ હિકમત ની ૬૨ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.

પહેલા મજાલિસો માં ઝિકર થઈ કે શીઆ સુન્ની નો ફિરકો કઈ તરાહ થયો (મજલિસ ક્ર. ૪૭ - ૪૯), ઝૈદી ફિરકો મોહમ્મદુલ બાકિર ઇમામ સ.અ. ના ઝમાન માં કઈ તરાહ અલગ થયો (મજલિસ ક્ર. ૫૦), ઇસના અશરી શીઆ નો ફિરકો જાફરુસ સાદિક ઇમામ સ.અ. પછી કઈ તરાહ હક ના રસ્તા સી દૂર થઈ ગયો (મજલિસ ક્ર. ૫૧ - ૫૨), મુસ્તનસિર ઇમામ ના પછી નિઝારી ફિરકો કઈ તરાહ હક સી અલગ થયો (મજલિસ ૫૬) અને મજીદીયા ફિરકો ૨૦ માં ઇમામ આમિર બેઆહકામિલ્લાહ ના પછી
કઈ તરાહ હક સી અલગ થયો (મજલિસ ક્ર. ૬૦) અને આ મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઝિકર ફરમાવે છે કે ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ રી.અ. ના ઝમાન માં સુલૈમાની ફિરકો હક ના રસ્તા સી કઈ તરાહ બેહકી ગયો.