દુનિયા માં ઘણા ફિરકાઓ અને મઝહબો છે, હક ની વાત શું છે તેના પર યકીન કઈ તરહ થાય? અપની માન્યતા બરાબર છે તેના પર યકીન કઈ તરહ થાય? યકીન અને હક નો મીઝાન શું છે?

ઇન્સાન એ કોઈ ચીઝ જોઈ હોઈ તો એને એ વાત પર યકીન હોઈ કે આમ છે. અને મુમિન તો ગૈબ નું ઈમાન લાવે છે. ખુદા માં માને છે જે ખુદા જોવાતા નથી. તો જે ચીઝ આંખો સી ગાયબ હોઈ એમાં યકીન સાથે કઈ તરહ માને?

મુમિન રસુલુલ્લાહ સ.અ.વ. ને માને છે કે જે રસુલુલ્લાહ ૧૪૦૦ વર્ષ પહેલા તશરીફ લાયા, આપ કુરાન લાયા, હદીસ પઢી. એમ કઈ તરહ યકીન કરે કે આમજ રસુલુલ્લાહ એ ફરમાવ્યું?

અમીરુલ મુમિનીન સ.અ. એ ફરમાવ્યું કે શક માં નમાઝ પઢવા કરતા યકીન માં સુઈ જવું વધારે બેહતર છે. આ કલામ ની તાવીલ માં શું માઅના છે?

મવાલી તાહેરીન ના યકીન ની શું શાન છે? દુનિયા ની આમેઝગી ના અંદર યકીન હાંસિલ કરવા વાસ્તે શું હિદાયાત છે?

મજાલિસુલ હિકમત ની ૬૧ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.