પહેલા મજાલિસો માં ઝિકર થઈ કે શીઆ સુન્ની નો ફિરકો કઈ તરાહ થયો (મજલિસ ક્ર. ૪૭ - ૪૯), ઝૈદી ફિરકો મોહમ્મદુલ બાકિર ઇમામ સ.અ. ના ઝમાન માં કઈ તરાહ અલગ થયો (મજલિસ ક્ર. ૫૦), અને ઇસના અશરી શીઆ નો ફિરકો જાફરુસ સાદિક ઇમામ સ.અ. પછી કઈ તરાહ હક ના રસ્તા સી દૂર થઈ ગયો (મજલિસ ક્ર. ૫૧ - ૫૨), મુસ્તનસિર ઇમામ ના પછી નિઝારી ફિરકો કઈ તરાહ હક સી અલગ થયો (મજલિસ ૫૬) અને આ મજલિસ માં ૨૦ માં ઇમામ આમિર બેઆહકામિલ્લાહ ના પછી મજીદી ફિરકો કઈ તરાહ હક સી અલગ થયો એ ઝિકર સૈયદના ત.ઉ.શ. ફરમાવે છે.

મજીદી ફિરકા ના લોગો આમિર ઇમામ ના કાકા ના દીકરા અબ્દુલ મજીદ ને ઇમામ માનવા લાગી ગયા જ્યારે કે અબ્દુલ મજીદ એ આમિર ઇમામ ના કતલ પછી ઇમામત નો દાવો કીધો. અબ્દુલ મજીદ એ એમ દાવો કીધો કે જેમ રસુલુલ્લાહ એ આપના કાકા ના દીકરા અલી ને આપના વસી બનાયા એમ આમિર ઇમામ એ આપના કાકા ના દીકરા અબ્દુલ મજીદ ને વારિસ બનાયા. તો હક ના હુદાત ની આ બાતિલ ના અકીદા પર શું હુજ્જત છે? ૨૧ માં ઇમામ તૈયેબ અબુલ કાસિમ અમીરુલ મુમિનીન હક ના ઇમામ છે, એ કઈ તરાહ સાબિત કરે છે.

આમિર ઇમામ ને નિઝારીઓ એ કતલ કીધા તેના પછી મિસર માં શું હાલાત બના? તાકે અબ્દુલ મજીદ એ શું કામ ઇમામત નો દાવો કરી દીધો? અબ્દુલ મજીદ ને આમિર ઇમામ એ ‘વલીઓ એહદિલ મુસ્લેમીન’ નો ખિતાબ શું કામ આપો? ઇમામ ના દોઆતો જે મિસર માં હતા એના પર શું શું ઝુલ્મ થયા? અને યમન માં મૌલાતોના હુર્રતુલ મલેકા એ કઈ શાન સી અબ્દુલ મજીદ પર હુજ્જત કરી તૈયેબ ઇમામ ની નસ્સ ને સાબિત કીધી? સતર ના દોઆતોએ જે સગલા અબ્દુલ મજીદ ની વાત માં આવી ગયા હતા તેને કઈ તરાહ હિદાયત ના રસ્તા ની તરફ લાયા?

મજાલિસુલ હિકમત ની ૬૦ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.