ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે ઝુલ્મ કરનારાઓ ને ખુદા પસંદ નથી કરતા, તો ઝુલ્મ શું કે કોઈને તકલીફ આપે, હક વગર બીજા નો હક છીની લે, યા હક વગર કોઈ ને કતલ કરે, એ સગલું ઝુલ્મ કેહવાઈ, આ બરાબર મગર ઝુલ્મ નું અસલ શું છે? એ લફઝ ની ગેહરી માઅના શું છે?

ખુદા તઆલા કુરાને મજીદ માં “ઝુલ્મ” અને “ઝાલેમીન” ની ઝિકર ઘણી આયાતો માં ફરમાવે છે. એક આયત માં ફરમાવે છે કે ‘ખુદા માં શિર્ક યા ભાગીદારી કરે એ ઘણો મોટો ઝુલ્મ છે, તો મખલુક ની શું તાકત કે ખાલિક પર ઝુલ્મ કરે? તારે ઇન્સાન શિર્ક કરે એ ખુદા પર ઝુલ્મ કઈ તરાહ? આ આયત ની શું માઅના છે?

ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે ‘ખુદા થોડું ભી ઝુલ્મ નથી કરતા’ મગર આપણે જોઈએ છે દુનિયા માં તો ઝુલ્મ થાઈ છે. તો પછી ખુદા એમ શું કામ કરવા દે છે, ઝાલેમીન ને છૂટ શું કામ છે?

ખુદા તઆલા ઈમાન લાવનાર લોગો ને એક આયત માં ફરમાવે છે કે મુમિનીન કોણ છે કે જે એના ઈમાન ને ઝુલ્મ ના કપડા નથી પેહનાવતા. ઝુલ્મ ના કપડા ન પેહનાવે એની શું માઅના? ઝુલ્મ કરવા સી કઈ તરાહ બચી ને રહે? દુનિયા માં ઝિંદગી આ રાહ પર કઈ તરાહ ગુઝારે? હક ના અવલિયા ના આ બારા માં શું ઇરશાદાત છે?

મજાલિસુલ હિકમત ની ૫૯ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.