મુમિન દોઆ માં ઈખલાસ કઈ તરાહ કરે? ઇખલાસ કરવામાં હિકમત શું છે? શું એતેકાદ અને શું ખયાલ કરીને દોઆ કરે તાકે એની ઉમીદો પૂરી થાઈ, બરકાત મુઝાઅફા થાઈ, આખેરત નો તોશો બંધાઈ?

મવાલી તાહેરીન એ દોઆ કઈ તરાહ કરવી એમાં ઘણા ઇરશાદાત ફરમાવ્યા છે કે દોઆ ઈખલાસ સી કરે, સજદા માં દોઆ કરે, વસીલો લઈને દોઆ કરે, મવાલી તાહેરીન ની દોઆ લે, મવાલી તાહેરીન ની દોઆઓ પઢીને દોઆ કરે - આ સગલા ઇરશાદાત માં શું હિકમત છે?

ખુદા તઆલા કુરાને મજીદ માં હુકુમ કરે છે કે તમે દોઆ કરો મેં જવાબ દઈશ. ખુદા એ વાયદો કીધો છે કે જવાબ દઈશ. કોઈ એમ કહે કે મેં દોઆ કીધી અને જવાબ ન મળો તો એને શું જવાબ છે?

મજાલિસુલ હિકમત ની ૫૪ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.