કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે આપસ માં કઈ ઝઘડો થાઈ તો ખુદા અને ખુદા ના રસૂલ ના પાસે આવો (સુરતુન નિસા ૫૯ મી આયત). ઝઘડાઓ અને ઇખ્તિલાફ રસુલુલ્લાહ ના પછી બંધ તો નથી થઇ ગયા. અગર કોઈ રસુલુલ્લાહ ના વારસ ન હોઈ તો આજે આ આયત ની શું માઅના છે? કોઈ ની નાની દુકાન ભી હોઈ તો એ ફિકર કરે છે કે મારા પછી એને કોણ ચલાવશે. રસુલુલ્લાહ ને ફિકર ન હતી?

ગુઝિશ્તા મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઝિકર ફરમાવી કે ખુદા તરફ સી એક હિદાયત આપનાર હર ઝમાન માં હોવાજ જોઈએ જેના સી હિદાયત લેનાર ને નજાત હાંસિલ થાઈ છે.

તો આજે ખુદા ના વલી કોણ છે? એને કઈ તરાહ ઓળખી શકાય? એની નિશાની શું છે? સચ્ચાઈ અને હક નો દાવો કરનાર ઘણા છે. અલગ અલગ મઝહબ ના લોગો એને તાબે થાઈ છે. હક ના સાહેબ કોણ છે એ કઈ તરાહ ખબર પડે?