પહેલા મજાલિસ માં ઝિકર થઈ કે શીઆ સુન્ની નો ફિરકો કઈ તરાહ થયો (મજલિસ ક્ર. ૪૭ - ૪૯), ઝૈદી ફિરકો મોહમ્મદુલ બાકિર ઇમામ સ.અ. ના ઝમાન માં કઈ તરાહ અલગ થયો (મજલિસ ક્ર. ૫૦), અને ઇસના અશરી શીઆ નો ફિરકો જાફરુસ સાદિક ઇમામ સ.અ. પછી કઈ તરાહ હક ના રસ્તા સી દૂર થઈ ગયો (મજલિસ ક્ર. ૫૧ - ૫૨), અને આ મજલિસ માં ૧૮ માં ઇમામ મુસ્તનસિર બિલ્લાહ સ.અ. ના પછી નિઝારી ફિરકો કઈ તરાહ હક સી અલગ થયો એ ઝિકર સૈયદના ત.ઉ.શ. ફરમાવે છે.

તારીખ ના લોગો માં સી કિતનાક એમ લખે છે કે નિઝાર મુસ્તનસિર બિલ્લાહ નો મોટો દીકરો હતો તે સી એ સહી હતો. કિતનાક એમ કહે છે કે એને “વલીઓ એહદિલ મુસ્લેમીન” નો ખિતાબ આપો હતો એ એની ઇમામત ની દલીલ છે. હજી કિતનાક એમ કહે છે કે ઈરાન માં હસન અલ-સબ્બાહ, જે નિઝાર ના સાથે થઈ ગયો, એને મુસ્તનસિર ઇમામ એ ખલવત માં ફરમાવ્યું કે નિઝાર આપનો વારિસ છે. મવાલી તાહેરીન આ હુજજતો ને કઈ તરાહ તોડે છે?

હુદાત કિરામ ૧૯ માં ઇમામ અલ મુસ્તાઅલી બિલ્લાહ હક ના ઇમામ છે એ કઈ તરાહ સાબિત કરે છે? મુસ્તાઅલી ઇમામ ની વિલાદત ના નઝદીક આપના બાવાજીસાહેબ એ ઈશારો કરતા હુઆ શું ફરમાવ્યું? આપની શાદી ના વખત શું હિકમત સી અમલ કીધું?

મજાલિસુલ હિકમત ની ૫૬ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.