ફલસફતની માઅના શું છે? હકની ફલસફત કઈ તરાહ જાને? એના ઉપર ઝિંદગી માં કઈ તરાહ અમલ કરે? આ સગલુ કરવા માં ગરઝ શું છે?   
 
ફલસફતની માઅના શું છે કે જે નઝરીયો રાખે, જે સોચ બનાવે. 
 
ઇમામ અહમદ અલ-મસ્તૂર અ.સ. ઇખ્વાન ઉસ સફાની રિસાલતમાં ફરમાવે છે કે ફલસફતની માઅના શું છે કે “ખુદાપણું”. એ મિસલ એની તાકત મુતાબિક ઇન્સાન અમલ કરે. 
 
હવે ખુદાનો ઇદ્રાક તો થઇ નથી શકતો. અગર ઇન્સાન ખુદાને ઓળખી નથી શકતો, સમજી નથી શકતો, તો ખુદાપણું કઈ તરાહ અપનાવે?