જિહાદ ઇસ્લામ ના સાત દેઆમત માં સી એક દેઆમત છે. હર મુમિન પર વાજિબ છે ફરઝ છે. મગર જિહાદ ની શું માઅના? સૈયદના તાહેર ફખરુદ્દીન આ સવાલ નો જવાબ ત્રણ હિસ્સા માં ફરમાવે છે. પહેલા હિસ્સા ની ઝિકર ૧૪ મી મજલિસ માં ફરમાવી, એમાં ‘જિહાદે અકબર’ ની ઝિકર ફરમાવી. ૧૫ મી મજલિસ માં દાવત ના દુશ્મનો સાથે જિહાદ શું કામ કરવી અને કઈ તરાહ કરવી એની ઝિકર ફરમાવી.

સૈયદના તાહેર ફખરુદ્દીન મજાલિસુલ હિકમત ની ૧૬ મી મજલિસ માં જિહાદ ની માઅના ના તીજા હિસ્સા ની ઝિકર ફરમાવે છે. આ મજલિસ માં ત્રણ પેહલું બયાન ફરમાવે છે:

૧. શરીઅત મુતાબિક બૈરાઓ હાથ યા તલવાર સી જિહાદ ન કરે, તો પછી બૈરાઓ જિહાદ નું સવાબ કઈ તરાહ હાસિલ કરી શકે?
૨. જે હલાલ ની રોઝી તલબ કરે એના વાસ્તે જિહાદ નું અઝીમ સવાબ શું કામ?
૩. મોટી ઉમર ના લોગો હજ કરે તો એને જિહાદ નું સવાબ શું કામ?