પહેલા મજલિસ માં ઝિકર થઈ કે શીઆ સુન્ની નો ફિરકો કઈ તરાહ થયો, ઝૈદી ફિરકો મોહમ્મદુલ બાકિર ઇમામ સ.અ. ના ઝમાન માં કઈ તરાહ અલગ થયો, હવે ઇસના અશરી શીઆ નો ફિરકો જાફરુસ સાદિક ઇમામ સ.અ. પછી કઈ તરાહ હક ના રસ્તા સી દૂર થઈ ગયો? એ સવાલ નો જવાબ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ મજલિસ માં શરુ કરે છે.

લોગો શું કામ જાફરુસ સાદિક ઇમામ સ.અ. ના વારસ ઇસ્માઈલ ઇમામ અને મોહમ્મદ બિન ઈસ્માઈલ ઈમામ ને મૂકી ને જાફરુસ સાદિક ઇમામ સ.અ. ના બીજા ફરઝંદ મૂસા કાઝિમ ને ઇમામ માનવા લાગા?

જાફરુસ સાદિક ઇમામ સ.અ. એ આપના શેહઝાદા ઈસ્માઈલ ની ગૈબત શું કામ ઝાહિર કીધી?

અને જાફરુસ સાદિક ઇમામ સ.અ. એ ઇમામ મોહમ્મદ બિન ઈસ્માઈલ ને ઈરાન શું કામ મોકલી દીધા?

ઇસના અશરી ફિરકા ના લોગો એમ માને છે કે એના ૧૨ માં ઇમામ ગાર માં ગયા અને એ હજી ભી ઝિંદા છે અને પાછા આવશે. એ અકીદા પર હુદાત કિરામ શું હુજ્જત કરે છે?

મજાલિસુલ હિકમત ની ૫૧ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે. બાકી બયાન આવતી મજલિસ માં ફરમાવશે ઈન્શાઅલ્લાહ.