અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને મુમિનીન ની - ખાસ્સતન જે હમણાંના હાલાત ના સબબ તકલીફમાં છે - સગલાની ઘની ફિકર છે. કોઈ મુમિન ને અનાજ અને જમન ની કમી ન હોઈ તે વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ સગલી જમાઅતો, સગલા ખિદમતગુઝારો અને મુમિનીન ને ઇરશાદ ફરમાવ્યું છે કે જે સગલા મુશ્કિલ માં હોઈ એને મદદ કરે.

આ મુશ્કિલ વખત માં જરૂરત મંદ લોગો વાસ્તે આ એક ખાસ ઈમેલ અને વોટ્સએપ નંબર રાખવા માં આવ્યો છે. એ ઈમેલ પર યા વોટ્સએપ નંબર પર એ અરઝ કરી શકે છે અને ખિદમતગુઝારો સાથે વાત કરી શકે છે.
ઈમેલ - [email protected]
વોટ્સએપ નંબર - +91-8828227864/ +૯૧ - ૮૮૨૮૨૨૭૮૬૪

જે મુમિનીનને આ ખૈર ના કામ માં શામિલ થવું હોઈ તે આ લિંક પર રકમ અરઝ કરી શકે છે.
https://www.fatemidawat.com/connect/contribute/covid-19-help

તકરીબન 4 જણના પરિવાર માટે એક મહિનાનું રાશન લગભગ ૨૦૦૦ રૂપિયા નું થાય છે. એમાં આ સગલી ચીઝો ની તખમીન કીધી છે: ૭ કિલો આંટો, ૬ કિલો ચાવલ, ૨ લીટર તેલ, ૧/૨ કિલો ચા, ૧ કિલો ખાંડ, ૬ કિલો દાળ, ૫ લીટર દૂધ, ૧ કિલો કપડા ધોવાનો સાબુ.

એજ મિસલ જે પોલીસ ના અધિકારીઓ ૨૪ કલાક ડ્યુટી પર હોઈ છે એ સગલા વાસ્તે જમન પકાવીને તકસીમ કરી રહ્યા છે.

આકા મૌલા ત.ઉ.શ. ના ઇરશાદ મુતાબિક મુમિનીન દોઆ એ જોશન ની તિલાવત કરે અને “હસ્બોનલ્લાહો વ નેમલ વકીલ” અને “વ હિફ્ઝન ઝાલેકા તક્દીરુલ અઝીઝિલ અલીમ” ની તસ્બીહ કરે. એજ મિસલ “કુલ અઉઝો બેરબ્બિલ ફલક” અને “કુલ અઉઝો બેરબ્બિન નાસ” ની સુરતો પઢે.