૧૮ મી શાબાન ૧૩૮૫ હિ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ તમામ આમિલો અને વાલીઓ ને એ ખબર કરવાને ટેલિગ્રામ લિખાયો કે આપ મૌલા એ સૈયદના કુત્બુદ્દીન ને ઇઝન ના આલી રૂતબા માં કાઇમ ફરમાયા છે. એ ટેલિગ્રામ ને ફાતેમીદાવત.કોમ પર પેશ કીધો છે.

સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) ૫૨ માં દાઈલ મુતલક, ઈમામુઝ ઝમાન (સ.અ.) ના ઇલ્હામ સી આપના ભાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન (ત.ઉ.શ.) ને ઇઝન ના આલી રૂતબા માં ૧૭ મી શાબાન ૧૩૮૫ હિ માં કાઇમ ફરમાયા, જે દિન આપ યે મુમેનીન નો પેહલો મિસાક લીધો, એહના બીસરે દિન સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) એ ગામે ગામ આમિલો અને વાલી ને ટેલિગ્રામ કરાયો અને આપયે આ મિસલ સી કાઇમ ફરમાયા છે તે ખબર કીધી, સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) એ ટેલિગ્રામ માં એમ વઝન મૂકી ને ફરમાયું કે આપ યે ઈમામુઝ ઝમાન (સ.અ.) ના ઇલ્હામ સી કાઇમ ફરમાયા છે, અને આપના માઝૂન કોણ છે કે આપના ભાઈ જે શાન ના મબલગ ને પહોંચા છે (એકમ્પલીશ્દ બ્રધર) અને જે આ આલા રૂતબા ના સાઝવાર  (વર્ધી) છે,

૪૧ માં દાઈ સૈયદના અબ્દુત્તૈયિબ ઝકીયુદ્દીન (રી.અ.) આપની એક રિસાલત માં એમ ફરમાવે છે કે માઝૂન દાઈ ના “સદીકે સાદિક” છે, “સચ્ચા દોસ્ત” છે અને મુમેનીન ના ઈમાન પર શાહિદ છે, સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) એ સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ.) ને આ રૂતબા માં કાઇમ કીધા અને આપની હયાત તૈયેબા ના આખિર લગ એ આલી મકામ માં કાઇમ રાખા, અને એહના સી એ સાબિત કરતા રહ્યા કે સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ.)એ રૂતબા ના સાઝવાર છે, અને સૈયદના બુરહાનુદ્દીન ના સદીકે સાદિક છે મુમેનીન ના ઈમાન પર શાહિદ છે.

કુરાન મજીદ ની આયતો માં બારહા એ તાકીદ છે કે હક ના રસ્તા ને કોન પેહ્ચાનસે કે જે એહની અકલ નો ઇસ્તેમાલ કરસે, (જેમકે સુરતુલ બકરા ની ૧૨૪ મી આયત, સુરતુલ રઅદ ની ૧૯ મી આયત) એમ અકલ્મન્દી છે કે નસ્સ ની બાબત માં જે સાહેબ ને સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) ૫૦ સાલ તક સચ્ચા દોસ્ત ગર્દાન્તા થા, અને જે ને ઈમામ ના ઇલ્હામ સી મુમેનીન ના ઈમાન પર શાહિદ રાખા થા, એહને અપને સચાવીયે

ખુદા તઆલા વલીઉન્નેમત, જે ના હાથ પર આપને કુદસાની નેમતો મિલી છે, અપના આકા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (ત.ઉ.શ.) ને જન્નત ના આલા ગુર્ફા માં અફ્ઝલુલ જઝા આપજો, સૈયદના બુરહાનુદ્દીન ના માઝૂન અને મન્સૂસ, અપના દાઈ ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન (ત.ઉ.શ.) ની ઉમર ને ખુદા તાકયામત દરાઝ કરજો, અને મુમેનીન મુમેનાત અને એહના ફરઝંદો ને એ મૌલા ના ઠંડા સાયા માં હિફાઝત અને અમાન માં રાખજો, આબાદ શાદ રાખજો.