સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મૌકે પર, જે મિસાલ શરીફ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ૨૪ મી રબી ઉલ આખર ૧૩૮૦ હિ. (૧૯૬૦) મુંબઈ સી સૈયદના કુત્બુદ્દીન ને ઉદૈપુર આપના હાથ મુબારક સી લખીને મોકલો યે કાગઝ નો અનુવાદ પેશ કરીએ છે . અસલ કાગઝ અરબી ઝબાન માં છે . સૈયદના કુત્બુદ્દીન (તે વખ્ત શેહ્ઝાદા ખુઝૈમા ભાઈસાહેબ) ઉદૈપુર માં તશરીફ રાખતા હતા જ્યાં આપે બે મહિના પહેલા, પહેલીવાર અશરાહ મુબારક ની વાઅઝ ફરમાવી હતી. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ આપના હાથ મુબારક સી આ મિસાલ તસ્નીફ ફરમાયા. બીજા કોઈ ના ભી તરફ આમ પોતાના હાથ મુબારક સી લખીને  સૈયદના તાહેર સૈફુદ્દીન એ કાગઝ મોકલા નથી.

આ મિસાલ માં સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. સૈયદના કુત્બુદ્દીન જે બુલંદ મકામ માં પહોચનાર છે એની પેશનગોઈ કરે છે, સૈયદના કુત્બુદ્દીન એ વલીઉલ્લાહ ઈમામ ઉઝ ઝમાન ની તાઈદ સી વાઅઝ ફરમાવી એમ સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવે છે

અરબી માં લખેલા મિસાલ શરીફ જોવા યહાં કિલક કરો. પૂરા મિસાલ નો અનુવાદ યહાં પેશ છે. FatemiDawat.com  પર પૂરા મિસાલ શરીફ દાવત ની ઝબાન, અંગ્રેઝી, ગુજરાતી અને હિન્દી માં પઢી શકાય છે.

Misaal Syedna Burhanuddin 

આ તસવીર માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન ના ઘરે આ મિસાલ શરીફ પઢી રહ્યા છે. મિસાલ શરીફ પઢી ને સૈયદના બુરહાનુદ્દીન યે આ મિસલ ના જુમલા ફરમાયા કે આ એક લાકીમતી (અમૂલ્ય) ખઝાનો છે.

بسم الله الرحمن الرحيم

સલામ, કે જેના મિનારા ખાલિસ શરફ ના ઘર માં બુલંદ છે, જેનો મજાલ ખાનદાની મજ્દ ના આસમાન માં વાસેઅ છે, એવા ફરઝંદ પર કે જે અહબ (ઘણા મેહબૂબ), આઝ (ઘણા અઝીઝ), અગર  (ઘણા રોશન), અકરમ (ઘણા કરીમતર, કરામતવાલા), અબર (ઘણા નેક) છે . મારા કલેજા ના ટુકડાં અને મારા દિલ ની બેહજત છે, જે બુલંદીઓ ના આસમાન માં રોશન તારા છે, અને સિઆદત (રેહબર) ના સિતારા છે, જે બુલંદ નસીબવાલા હદ (તરતીબ) છે, જે હિદાયત ના સચ્ચા રસ્તા પર ચાલનાર છે, જે હક્ક ના હકીકત ના ઇલ્મ ના જવાહિર અને મોતીઓ ને પોતાના સીના માં જમે કરનાર છે, જે દાવતે હાદીયા ના આસમાન માં એવા ચમકે છે કે જે મિસલ રોશન કમર (ચાંદ) પૂનમ ની રાત માં ચમકે છે, જેનું નામ ખુઝૈમા છે અને લકબ કુત્બુદ્દીન છે, જે સિયાસત મેહમૂદા (નેક) અને પુખ્તા રાય સી અમલ કરનાર છે, ખુદા એની ઉમર ને દરાઝ કરજો, એની નામના ને ફેલાવજો, એને પોતાની હિફાઝત અને કિલાયત માં બાકી રાખજો, અને એના પર પોતાની રિઆયત અને ઇનાયત ની નઝર કરજો, અમ્મા બાદ:

જાણજો કે તમારો ઉમદા, દિલ ને ખુશ કરે એવો કાગઝ, જે ખાલિસ મોહબ્બત અને ફિદાગિરી સી લખો હુઓ છે, અને જેના અંદર શુકુર ના ભારી મોતી જડેલા છે, તે મળો. એજ મિસલ ઘણા ટેલીગ્રામ (મુમિનીન ના શુકુર અને તમારા વખાણ કરતા) અમને પહોંચા છે, જેના સબબ મસર્રાત અને આંખો ને ઠંડક થઇ છે . અને હમેં ખુદા તઆલા નો હમ્દ કીધો કે જે ખુદા ની નેઅમતો ઉતરતી જ રહે છે એના વાસ્તે શુકુર કીધો, અને વલીઉલ્લાહ ઈમામ ઉઝ ઝમાન નો શુકુર કીધો કે જે વલી ઉલ ફતહે વલ નસ્ર છે, એના અઝીમ એહસાનો અને એની કરીમ બખ્શીશો પર શુકુરકીધો. તમે ખુદા તઆલા ની યારી સી અને ખુદા ના વલી અલયહિસ્સલામ ની તાઈદ ની સવારી ના સરયાન સી, તમારી ખિલતી હુઈ જવાની માં, અશરાહ મુબારકા માં વાઅઝ ની મજાલીસ અક્દ કીધી, અને ઘની બેહતર વાઅઝ કીધી, ખુદા આ તમારી ખિદમત ને કબૂલ કરજો, વલીઉલ્લાહ અને એના દાઈ તમારી ખિદમત ને કબૂલ કરજો, બેહતર રીત સી કબૂલ કરજો.

બાદ, તમે દાવતે હાદીયાહ ગર્રા ના ઉમૂર માં નઝર કીધી. મુમિનીન ની જમાઅત ના ઉમૂર માં નઝર કીધી, અને બેહતર જમીલ રીત સી તદબીર કીધી, ખુદા તઆલા તમારી તરફ પોતાની અને વલીઉલ્લાહ ની નેઅમતો પછી નેઅમતો જારી કરજો.

અમ્મા હમે બેહમ્દીલ્લાહ ખુદા અને ખુદા ના વલી અલયહિસ્સાલામ ની નેઅમતો માં ફજર અને સાંજ રહીયે છે, અને સગલા ઉમૂર માં દોઆત સાલેફીન મુતલકીન ની ઇક્તેદા કરીએ છે, કે જે દોઆત પોતાના ઇમામો, મુત્તકીન ના ઇમામો ની ઇક્તેદા કરે છે, કે જે ઇમામો દાવત ના સફીના ને ખુદા ના નામ સી ચલાવે છે અને લંગરાવે (સ્થિર સંભાળે) છે.

બાદ, તમે જે મોઝે માં છો વહાં ના એહલુલ વલા ને, મુમિનીન ને, જે વલાયત માં મુખલેસીન છે, એને ભી મારા સલામ સી ખાસ કરું છું, એના હક માં દોઆ કરું છું કે ખુદા એની તરફ બરકાત ને જારીયા રાખે, સઆદત ને પૂરેપૂરી કરે, અને યે સગલા ને હિફાઝત અને કિલાયત માં રાખે.

વસ્સલામ.

આ કાગઝ લખો છે રબી ઉલ અવ્વલ ની ૨૪ મી રાતે સન ૧૩૮૦ હિજરી માં, મુંબઈ સી ઉદૈપુર તરફ.

એહને લખો છે આલે મોહમ્મદ અતતૈયેબીન અતતાહેરીન ના મમલૂક યે, કે જે ખુદા તઆલા અને આલે મોહમ્મદ ની તરફ ઇબ્તેહાલ ના સાથે નસરે અઝીઝ અને ફતહે મુબીન ની ઈલ્તેમાસ કરે છે, મોહમ્મદ ના બાવા (અબુ મોહમ્મદ) કે જે તમારા બાવા છે (વાલેદક), તમને હર ઘડી ગાયત ઉલ મોહબ્બત ( મોહબ્બત ની ટોંચ) અને હનીન ના સાથે યાદ કરનાર છે.

 

તાહેર સૈફુદ્દીન